મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સાપર-ગાળા વચ્ચે કાર ચાલકે રીક્ષાને હડફેટ લેતા અકસ્માતમાં દશેક લોકોને ઇજા થતા સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના સાપર-ગાળા વચ્ચે કાર ચાલકે રીક્ષાને હડફેટ લેતા અકસ્માતમાં દશેક લોકોને ઇજા થતા સારવારમાં ખસેડાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ અને ગાળા ગામની વચ્ચેથી પસાર થતી રીક્ષાને ફોરવ્હીલ ગાડીના ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રીક્ષા ચાલક તથા રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓને નાના-મોટી ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલક દ્વારા ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે ભરવાડ વાસમાં રહેતા રવિભાઈ પરસોતમભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૩૨) એ હાલમાં ફોરવ્હીલ ગાડી નંબર જીજે ૩૬ આર ૭૩૩૧ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાની રીક્ષા લઈને શાપર ગામથી ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર સોલોગ્રેસ સીરામીક કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોરવ્હીલ ગાડીના ચાલકે તેમની રિક્ષાને હડફેટે લીધી હતી ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રીક્ષા ચાલક રવિભાઈ ભોજવિયા તથા રિક્ષામાં બેઠેલા ધકુબેન લાલજી મેવાડા (૪૭), રાધે રવિ મેવાડા, કમલાબેન મંગાભાઇ (૬૦), વીજુબેન અને છનુબેન રહે.બધા ખાખરેચીને નાના-મોટી ઈજાઓ થઈ હતી જેથી ઈજા પામેલા લોકોને સારવાર માટે સમર્પણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ રવિભાઈ ભોજવીયાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.જ્યારે સામા પક્ષેથી કારમાં સવાર રાજેશ અમિત પારઘી, ગીતાબેન રાજેશભાઈ અને પ્રભાબેન તથા અન્ય લોકોને પણ ઈજાઓ થઈ હોય તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

સગીરા આરોપી સાથે મળી આવી

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુરના ચંદ્રશેખર આઝાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એએસઆઈ શાહરુખખાન બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતી ગુમ થઈ હોય અને તે યુવતી મોરબી હોવાની બાતમી મળતા તેઓ મોરબી આવ્યા હતા અને મોરબીના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરતા અહીંથી અપહરણ થયેલ યુવતી આરોપી નાનકા મલસિંગ વસુનીયા રહે.બાવડી તા.અંબાલા મધ્યપ્રદેશ વાળા સાથે મોરબીમાંથી મળી આવતા બંનેને હસ્તગત કરીને સાથે એમપી લઈ ગયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ચાંચાવદર ગામે રહેતા પ્રદીપ મનસુખ નિમાવત નામના ૨૯ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે નવલખી રોડ ઉપર જેપુર ગામના પાટીયા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ જતા ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામે રહેતી પુનીબેન શક્તિભાઈ રમેશભાઈ પાટડીયા નામની ૩૩ વર્ષીય મહિલા તેના ઘરે મચ્છર મારવાનું ઓલઆઉટ લિક્વિડ પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે મંગલમ હોસ્પિટલ લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો અઢી વર્ષનો હોય પીએસઆઇ બી.એમ.બગડાના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ ચલાવવામાં આવી રહેવાનું જાણવા મળેલ છે






Latest News