મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું


SHARE







મોરબીની સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી "આષાઢષ્ય પ્રથમ દિવસે" સંસ્કૃતોત્સવ  યોજાયો હતો.જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિ, જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ઉપસ્થિત રહ્યા હતા. અષાઢવાસના પ્રથમ દિવસે ઉજવાતા આ કાર્યક્રમમાં દર વર્ષે વિવિધ પ્રકારના સન્માનો આપવામાં આવે છે.જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં બાળકોને સંસ્કૃત ભાષા માટે જાગૃત કરવા અને પ્રોત્સાહિત કરવામાં  સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં  સાર્થક વિદ્યામંદિરે પ્રથમ ક્રમનું સન્માન મેળવેલ છે.જેમાં મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે સંસ્કૃત ભારતી અને સંસ્કૃત અકાદમી દ્વારા સાર્થક વિદ્યામંદીર તરફથી આ સન્માન સ્વીકારવા કિશોરભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા જે શાળા અને મોરબી માટે ગૌરવની ક્ષણ છે.






Latest News