મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસેથી ચોરાઉ બાઇક અને દારૂ સાથે એક શખ્સ પકડયો


SHARE











મોરબીના રફાળેશ્વર પાસેથી ચોરાઉ બાઇક અને દારૂ સાથે એક શખ્સ પકડયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી એસઓજીએ શંકાસ્પદ મોટરસાયકલ અને દારૂની એક બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી એસઓજીએ તેને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી તેની સામે નોંધ કરાવતા આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરાયેલ છે.

મોરબી જિલ્લામાં એસઓજી પીએસઆઇ એમ.એસ.અંસારી તથા તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના કમલેશ ખાંભલીયા અને સામતભાઇને મળેલ બાતમી આધારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક ભૂદેવ પાન પાસેથી નંબર પ્લેટ વગરનું હીરોહોન્ડા ડીલક્ષ બાઈક લઈને પસાર થયેલા શખ્સને એસઓજીની ટીમ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ પણ મળી આવી હોય પોલીસે દારૂની બોટલ તથા એક મોબાઇલ ફોન અને નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ બાઈક રૂા.૩૦ હજાર તેમજ રૂા.૩૦૦ ની દારૂની બોટલ તેની પાસેથી કબ્જે કરવામાં આવેલ અને સ્થળ ઉપરથી મળી આવેલા વસંત કરશન પરમાર (ઉમર ૨૨) રહે. મચ્છુનગર રફાળેશ્વર તા.મોરબી મૂળ રહે.ધૃમઠ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની અટકાયત કરવામાં આવી હતી અને ૪૧(૧)ડી હેઠળ તેને હાલ તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવતા તેણે આ નંબર પ્લેટ વગરનું બાઈક મોરબી તાલુકાના નીચી માંડલ ગામના ચેતન પરસોતમ વાઘેલા અને કમલેશ વીરજી વાઘેલા પાસેથી મેળવ્યપ હોવાની કબુલાત આપતા પોલીસ દ્વારા તે બંનેને પણ રાઉન્ડ કરવામાં આવ્યા હતા.હાલ ત્રણેય શખ્સોને દબોચીને પોલીસે વાહન કોનું છે..? ચોરાઉ છે કે કેમ..? તથા દારૂની બોટલ કોની પાસેથી મેળવી હતી..? તે દિશામાં આગળની તપાસ શરૂ કરેલ છે.આગળની તપાસ તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાને સોંપવામાં આવી છે.

ચોર સમજીને માર માર્યો

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ ક્રિશાંજ ફાર્મ નજીક બેઠેલા પાંચેક લોકોને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો.જેથી કરીને સારવાર માટે સમર્પણ હોસ્પિટલે ખસેડાયા હતા.તે બનાવમાં શંકર કાળું વાગડિયા (૨૯), ગતા જેસીંગ વાગડિયા (૨૨), ભાવેશ બટુક લોરીયા (૨૫), નરેશ ફુલા ડામોર (૨૦) અને વલ્લા કાળું વાગડીયા (૨૬) ને ૨૫-૩૦ લોકોના ટોળાએ ચોર સમજીને પાઇપ વડે માર માર્યો હતો.જેથી તેમના શેઠ સનતભાઈ ચારોલા દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબીના માળિયા તાલુકામાં આવેલા ચાંચાવદરડા ગામના લાભુબેન ભુદરભાઈ બાવરવા નામના ૭૨ વર્ષીય વૃદ્ધાને ઇજાઓ પહોંચતા સારવાર માટે શિવમ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા તેઓ પોતાના પુત્ર બળવંતભાઈ પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે અકસ્માતે નવલખી રોડ ઉપર જેપુર અને ખાખરાળા વચ્ચે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા સારવારમાં ખસેડાયા હતા.






Latest News