મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પિયર જતી રહેતા પતિએ જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીમાં પત્ની પિયર જતી રહેતા પતિએ જીવન ટૂંકાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની છેલ્લા ૧૫ દિવસથી પિયરમાં જતી રહી છે જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનનો નાનો ભાઈ તેની ડેડબોડીને સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને આ બનાવવી મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ કાંટા પાસે આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ ડાભી (ઉમર ૪૨) એ પોતાના ઘરની અંદર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેનો નાનો ભાઈ નિલેશભાઈ ગોવિંદભાઈ ડાભી (ઉમર ૪૦) મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યો હતો અને આ બનાવની તેણે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સુરેશભાઈ ડાભી અને તેમના પત્ની વનિતાબેન વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી અવારનવાર અણબનાવ બનતા રહેતા હતા અને છેલ્લા ૧૫ દિવસથી વનીતાબેન તેઓના પિયર જતા રહ્યા હોય સુરેશભાઈ ડાભીને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.પીઆઇ દેકાવાડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ઉલ્ટી ગંગા જેવો ઘાટ

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા નિતીન જેઠાભાઈ સાગઠીયા નામના ૪૪ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો તેને ૧૦૮ વડે દવાખાને સારવારમાં લઈ જવાતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે નિતીનને તેના પત્ની દ્વારા ધોકો મારીને ગળેટૂંપો દેવાનો પ્રયાસ કરવામાં આવતા તેને બીજાઓ પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે પાવન પાર્કમાં નિત્યાનંદ સોસાયટી પાસે રહેતા દિલીપ શાંતિભાઈ જોશી નામના ૪૩ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બનાવના પગલે સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળકી સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના સરંભડા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની શિવાંગી વિપુલભાઈ નાયક નામની ત્રણ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થતા તેણીને સારવારમાં મોરબી લાવવામાં આવી હતી તે પોતાના પિતા સાથે બાઈક પાછળ બેસીને જતી હતી ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.






Latest News