મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તુ મારા મજુરો કેમ તોડે છે કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરમાં તુ મારા મજુરો કેમ તોડે છે કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર શહેરના હસનપર શક્તિપરા મહાકાળી માતાજીના મંદિર પાસે યુવાનને રોકીને તું મારા મજૂરોને કેમ તોડે છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારે તેને પગના ભાગે લોખંડના પાઇપ વડે મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરમાં આવેલ હસનપર શક્તિપરામાં રહેતા રાજેશભાઈ કલ્યાણજીભાઈ માણેવાડિયા જાતે કોળી (૩૨) એ હાલમાં યુનુસભાઈ હાલા રહે. મિલ પ્લોટ વાંકાનેર તથા મકસુદભાઈ રહે. શક્તિપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવવ્યુ છે કે મહાકાળી માતાજીના મંદિર પાસેથી તે જતો હતો ત્યારે યુનુસભાઈએ તેને કહેલ કે તું મારા મજૂરોને કેમ તોડે છે તેવું કહીને તેને ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી ત્યારબાદ ઢીકા પાટુનો માર માર્યો હતો અને મકસુદભાઈએ તેને પકડી રાખતા આરોપી યુનુસભાઇએ તેને ડાબા પગમાં લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઇને આવેલ હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ચાર બીયર

માળીયા મીયાણાના નવા રેલ્વે સ્ટેશન રોડ પાસે ઘર પાસે પાર્ક કરેલ કાર નંબર એમએચ ૬ જે ૮૯૦૩ માં દારૂ બિયર હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે તે ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી બિયરના ચાર ટીન મળી આવતા પોલીસે ૪૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરેલ છે અને હસીનાબેન હનીફભાઈ મોવાર જાતે મિયાણા (૫૦) રહે નવા રેલવે સ્ટેશન રોડ માળિયા મીયાણી વાડાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો અને ત્રણ ગેસના બાટલા મળી આવતા પોલીસે કુળ મળીને ૩૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી મહેશ ઉર્ફે ગુગો ઘોધાભાઈ હમીરપરા રહે સુંદરગઢ તાલુકો હળવદ વાળા ની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News