મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા સ્ટેન્ડ બાય


SHARE







મોરબી જીલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાવઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા સ્ટેન્ડ બાય

મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ સંભવિત વાવઝોડાને પગલે અસરગ્રસ્તોને મદદરૂપ થવા આગળ આવ્યું છે અને વાવઝોડાને પગલે ભારે પવન અને ભારે વરસાદ પડે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં ભોજન, મેડિકલ સહિતની સુવિધા માટે યંગ ઇન્ડિયા ગ્રુપની અલગ અલગ ટુકડીઓ સેવા માટે તુરત પહોંચી જશે અને તંત્ર સાથે સંકલનમાં રહીને સેવાઓ આપશે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે કે, વાવઝોડાનો મોરબી જિલ્લામાં ખતરો છે. ત્યારે સંભવિત વાવઝોડાની જો અસર  થાય તો પાંચ દિવસ મોરબી જિલ્લા માટે કઠિન બની જશે. અને તંત્ર રાહત અને બચાવ માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. ત્યારે આવી કુદરતી આપતી વખતે જરૂર પડે ત્યારે મદદરૂપ થવા યંગ ઇન્ડિયા ગ્રુપ તતપર છે અને સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે અત્યારથી યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા છે. અને વાહનો સાથે ફૂડ પેકેટ, પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સાથેનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. આ વાવઝોડાની અસર થાય તો મોરબી માળીયામાં જ્યાં જ્યાં મદદનો પોકાર ઉઠશે ત્યાં તુરંત જ યંગ ઇન્ડિયા ગ્રુપની વાહન સાથે ટુકડીઓ પહોંચી જશે અને વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્તોની મદદ કરશે. દરિયા કિનારાના લોકોને સ્થળાંતર કર્યા પછી એમના માટે ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડશે. અને આ સેવા માટે મોબાઈલ નંબર ૯૧૩૭૮૯૧૩૭૮, ૮૦૦૮૦૨૭૫૭૭  અને ૯૬૨૪૬૬૪૪૬૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News