મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં દારૂની ૨૨૧ બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા: બેની શોધખોળ


SHARE











મોરબી-ટંકારામાં દારૂની ૨૨૧ બોટલ સાથે બે બુટલેગર ઝડપાયા: બેની શોધખોળ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં દારૂનું કટીંગ કરીને કારમાં ભરેલ દારૂનો જથ્થો મોરબી તાલુકાના ઊંચી માડલ ગામે રહેતા બુટલેગરને આપવા જઈ રહેલ શખ્સ દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે ઉંચી માંડલ ગામ પાસેથી ઝડપાયેલ છે જેથી કરીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ઊંચી માંડલ અને ટંકારા માં દારૂની જુદી જુદી બે રેડ દરમિયાન ૨૨૧ બોટલ દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં બે શખ્સની ધરપકડ કરી છે અને બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે જેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી ઇન્ડિકા વીષ્ટા કાર નંબર જીજે ૧૩ સીસી ૪૫૨૯ ને રોકીને એલસીબી ની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની ૧૦૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૦૫૦૦ ની કિંમતની દારૂની બોટલો તેમજ બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૪૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ઇમરાન ઉર્ફે ભૂરો ઈબ્રાહીમભાઇ પઠાણ જાતે મુસ્લિમ (૩૮) રહે ચંદ્રપુર પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને ગાડીમાં દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવતા સાપર ગામે રહેતા વેલાભાઈ સગરામભાઇ રબારીએ ભરી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા કાનો નવઘણભાઈ ભરવાડ નામના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવતા તે બંને શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આ બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના સંધિવાસમાં મસ્જીદની ની સામે રહેતા મુસ્તાકભાઈ હાસમભાઈ સોહરવદી જાતે ફકીર દારૂનો સંગ્રહ કરીને વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે મુસ્તાકના ઘર પાસે બંધ હાલતમાં પડેલ ફોર્ડ ફીગો કાર નંબર જીજે ૩ એફડી ૨૬૪૪ ને ચેક કરવામાં આવી હતી અને ત્યારે આ કારમાંથી દારૂની ૧૦૩ બોટલ મળી આવતા પોલીસે ૪૨,૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ૫૦૦૦૦ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૯૨,૩૭૫ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપી મુસ્તાકભાઈ હાસમભાઇ સોહરવદી જાતે ફકીર (૩૭) રહે સંધિવાસ જુમા મસ્જિદ ની બાજુમાં ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને દારૂનો જથ્થો ઇમરાન ઉર્ફે ભૂરો ઈબ્રાહીમભાઇ પઠાણ જાતે રહે ચંદ્રપુર પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાએ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ કરેલ છે






Latest News