મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સગીરાને પીંખી નાખીને બચકાં ભરી લેનારા હેવાન જેલ હવાલે


SHARE











મોરબી જીલ્લામાં સગીરાને પીંખી નાખીને બચકાં ભરી લેનારા હેવાન જેલ હવાલે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના શરીઉપર આરોપીએ બચકાં પણ ભર્યા હતા જેથી કરીને આ બનાવની જાણ થતાની સાથે જ સગીરાના વાલી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં સગીરા સાથે દુષ્કર્મના બનાવો અવાર નવાર સામે આવે છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સામે આવી છે જેમાં ચિત્રોડી ગામે મજૂરી કામ કરવા માટે આવેલા શ્રમજીવી પરિવારની દીકરી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈ જઈને તેની સાથે ગત તા ૬ જૂનના રોજ રત્ના ભીમા ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું જેની હળવદ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ, પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં તાત્કાલિક આરોપી રત્ના ભીમા ભરવાડ રહે. ચિત્રોડી વાળાની ધરપકડ કરવામાં આવી હતી

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભોગ બનેલ સગીરાના માતા પિતા તે જ્યાં કામ કરતાં હતા તે ખેતરની બાજુમાં આવેલ વાડીએ ગયા હતા ત્યારે દીકરી ઘરે એકલી હતી અને તેની એકલતાનો લાભ લેવા માટે આરોપી તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈને ગયો હતો અને ત્યાર સગીરાને છાતીના ભાગે આ હેવાને બટકાં ભરીને ઉઝરડા કરી નાખ્યા હતા અને જો કે, ભોગ બનેલ પરિવાર સવારે નવ વાગ્યે પોલીસ મથકે આવ્યો હતો જો કે, સાંજે પાંચ વગાએ તેની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને પોલીસે પહેલા આ બનાવમાં સમાધાન કરવા માટે વરવી ભૂમિકા ભજવી હતી જોકે, પરિવારે ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો હતો જેથી કરીને અંતે ફરિયાદ લેવામાં આવી અને આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવેલ કરવામાં આવેલ છે

અત્રે ઉલેખનીય છે કે, જે દીકરીની સાથે હાલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેની ફરિયાદ નોંધાયા પછી આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તે જ દીકરી ૧૫ થી ૨૦ દિવસ પહેલા શાળાએ ચાલીને જતી હતી ત્યારે આ આરોપીએ તેને પકડીને તેના પ્રાઈવેટ પાર્ટ પર હાથ નાખ્યો હતો અને આ અંગે દિકરીએ માતાપિતાને વાત કરી હતી ત્યારે ઊહાપોહ પણ થયો હતો જો કે ત્યારે ત્યારે સમાજના આગેવાનોએ સમાધાન કરાવેલ હતું જો ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હો તો કદાચ આ દુષ્કર્મની ઘટના ન બની હોત તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News