મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાગીદારીમાં ધંધો કરવાનું કહીને યુવાનને શીશામાં ઉતારીને ૮.૫૦ લાખની ઠગાઇ


SHARE







મોરબીમાં ભાગીદારીમાં ધંધો કરવાનું કહીને યુવાનને શીશામાં ઉતારીને ૮.૫૦ લાખની ઠગાઇ

મોરબીમાં રહેતા યુવાનને ભાગીદારીનો ધંધો કરવાનું કહીને શીશામાં ઉતારવામાં આવેલ છે અને તેની સાથે ૮.૫૦ લાખની ઠગાઇ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી ફરિયાદ આપેલ છે.

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચીત્રકુટ સોસાયટીમાં રહેતા નીરવ નગીનભાઈ સોલંકીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિત અરજી ફરિયાદ કરેલ છે કેભુપતભાઈ ઉર્ફે રજનીભાઈ શીવાભાઈ બરાસરા રહે. લીલાપર રોડ ગાશાળા સામે મોરબી વાળાએ તેઓને સાથે રાખીને માટીના વાસણો બનાવવાનો ધંધો કરવાની લાલચ આપી હતી અને તેની સાથે રૂપીયા ૮,૫૦,૦૦૦ ની ઠગાઈ રેલ છે. વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, ભુપતભાઈ ઉર્ફે રજનીભાઈએ ફરીયાદીને માટીના વાસણ બનાવવાનો ધંધો સાથે કરીએ તેવુ કહીને વાંકાનેર તાલુકાના સીધાવદર ગામ પાસે જગ્યા ભાડે રાખેલ છે. અને તે જગ્યાએ ધંધાનો માલ ખરીદવા તેમજ અન્ય ખર્ચ પેટે અલગ-અલગ જુદી તારીખે કટકે કટકે કુલ મળીને ૮,૫૦,૦૦૦ આપેલ હતા ત્યાર બાદ કોઇ ભાગીદારી કે કોઈ હિસ્સો આપેલ નહી અને ત્યાર બાદ ફરિયાદી તેના ઘરે પૈસાની ઉઘરાણી માટે ગયેલ તો ભુપતભાઈ ઉર્ફે રજનીભાઈ તેની સાથે વાત કરતા નથી અને તેની દિકરીને વાત કરવા આગળ કરે છે. અને તેમની દિકરીએ કહ્યું હતું કે, તમારે જયા જવુ હોય ત્યા જાવ અમારે તમોને કોઈ રકમ આપવાની થતી નથી. જેથી કરીને ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલમાં અરજી ફરિયાદ કરેલ છે જો કે, તેના રૂપિયા પાછા આવશે કે કેમ તે પ્રશ્ન છે.






Latest News