મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર શહેરમાં સરકારી હોસ્પિટલ સામેના ભાગમાં આવેલ ગેસ્ટ હાઉસના સંચાલકે ત્યાં આવેલા પ્રવાસીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ન હતી જેથી કરીને તેની સામે જાહેરનામાના ભાંગની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર બહારથી આવતા લોકોની હોટલ, રેસ્ટોરન્ટમાં નોંધણી રાખવામાં આવે તેના માટે થઈને થોડા સમય પહેલા અધિક કલેક્ટર દ્વારા પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની નોંધ કરવા માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ છતાં પણ ઘણા બધા હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરમાં ત્યાં આવતા પ્રવાસીઓની નોંધ કરવામાં આવતી નથી જેથી કરીને આવા બેદરકાર સંચાલકોની સામે હવે ગુના નોંધવામાં આવી રહ્યા છે ત્યારે એસઓજીની ટીમ દ્વારા વાંકાનેર શહેરમાં સરકારી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલ લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે લક્ષ્મી હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા હોટલમાં આવતા જતા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સાગર વિનુભાઈ માથકીયા (૩૪) ની સામે જાહેરનામા ભંગનો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News