મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા પાસે ઘેટાને બાઇક અડી જતાં આધેડ સહિત બે વ્યક્તિને નવ શખ્સોએ માર માર્યો: રાયોટિંગની ફરિયાદ


SHARE







વાંકાનેરના તીથવા પાસે ઘેટાને બાઇક અડી જતાં આધેડ સહિત બે વ્યક્તિને નવ શખ્સોએ માર માર્યો: રાયોટિંગની ફરિયાદ

વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે માલધારીના ઘેટાને બાઈક અથડાયું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા માલધારી અને તેની સાથે રહેલા શખ્સો દ્વારા લાકડી અને પાઇપ પડે આધેડ અને તેની સાથે રહેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તથા પથ્થરના છૂટા ઘા કરીને ઈજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા પછી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે રાઇટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અને ખેતી કામ કરતા યાકુભાઈ અલીભાઈ વકાલીયા જાતે મોમીન (૫૨) એ હાલમાં કાળુ નંદા ભરવાડ, દિનેશ તેજા બાંભવા, કમલેશ સાદુળ કુંભા, હરેશ દેવા, હીરા વાલા, રઘુ કેવા, ભગુ ભરત વર્મા, બાબુ મશરૂ વર્મા અને કુકો રાણી રહે. બધા તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તીથવા ગામથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર બાકરોલિયા મંજૂર હુસેનભાઈની વાડી પાસે કાચા રસ્તા ઉપરથી તે પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે કાળું નંદા ભરવાડના ઘેટાને તેનું બાઈક અથડાયું હતું જેથી કરીને આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને તથા તેની સાથે રહેલ સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડની કુંડળી વાળી પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો અને છૂટા પથ્થરના ઘા મારીને ફરિયાદી તથા સાહેદને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ યાકુબભાઈ વકાલીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૫૩૨૪૩૩૭૧૪૩૧૪૭૧૪૮૧૪૯૫૦૪તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News