તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મેક્સ ગ્રેનાઇટો કારખાનામાં મિલ્કત જપ્તી વોરંટ બજાવવા ગયેલ કોર્ટના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી


SHARE











મોરબીના મેક્સ ગ્રેનાઇટો કારખાનામાં મિલ્કત જપ્તી વોરંટ બજાવવા ગયેલ કોર્ટના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

મોરબીના લાલબાગમાં આવેલ એડી.સિવિલ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે મેક્સ ગ્રેનાઈટો નામના કારખાનામાં મિલકત જપ્તીના વોરંટની બજવણી માટે સહેદોની સાથે પહોંચ્યો હતો ત્યારે મેક્સ ગ્રેનેટો કારખાનાની ઓફિસમાં બેઠેલ સુખદેવભાઈ પટેલે કોર્ટના કર્મચારીને અપમાનજનક શબ્દો કહીને ગાળો આપી હતી અને ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ તેના હાથમાં રહેલ અસલ વોરંટ ઝૂંટવી લઈને ફાડી નાખી તેના કટકા કરી નાખ્યા હતા અને તે પોતાની પાસે જ રાખીને અસલ વોરંટના સરકારી રેકર્ડનો નાશ કરી કોર્ટના કર્મચારીનો કાટલો પકડી તેની સાથે જપાજપી કરીને બીજી વખત આવીશ તો ટાંટિયા ભાંગી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ભરતનગર ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા અને મોરબીની એડી. સિવિલ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા ભગીરથભાઈ વીરજીભાઈ પાંચોટિયા જાતે પટેલ (૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાંબુડીયા ગામ પાસે આવેલ મેક્સ ગ્રેનાઈટો કારખાના વાળા સુખદેવભાઈ પટેલની સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની એડિશનલ સિવિલ કોર્ટના બેલીફ તરીકે તે ફરજ બજાવે છે અને દીવાની દરખાસ્ત નંબર ૨૦/૨૦૨૩ મુદ્દત તારીખ ૧૫/૬/૨૩ ના મિલકત જપ્તીના વોરંટની બજવણી અર્થે તા ૨/૬/૨૦૨૩ ના રોજ વાડી કનકરાય બી. શેઠ અને દેવભાઈ ભાવેશભાઈ શેઠને સાથે રાખીને આરોપીનું જાંબુડીયા ગામ પાસે મેક્સ ગ્રેનેટો નામનું કારખાનું આવેલ છે ત્યાં ઓફિસે મિલકત જપ્તી વોરંટની બજવણી માટે ગયા હતા અને ત્યારે આરોપી સુખદેવભાઈ પટેલ જાણતા હતા કે, ફરિયાદી રાજ્ય સેવક છે તેમ છતાં પણ તેને અપશબ્દો કહીને ગાળો આપી હતી અને સરકરી ફરજમાં રૂકાવટ કરી હતી અને તેના હાથમાં રહેલ કોર્ટનું અસલ વોરંટ જુટવી લઈને ફાડી નાખીને કટકા કરી નાખ્યા હતા અને તેની પાસે રાખીને પરત આપ્યુ ન હતું અને અસલ વોરંટનો નાશ કરી ફરિયાદી યુવાનનો કાંઠલો પકડીને તેની સાથે ઝપાઝપી કરી હતી અને કહ્યું હતું કે “તું અને તારી કોર્ટ જે થાય તે કરી લેજે બીજી વખત અહિયાં આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશુ આ મારા બાપની પેઢી છે જેથી આવા વોરંટ લઈને પૈસા ઉઘરાવવા હાલ્યા આવ્યો છો બીજી વખત અહીય ડોકાતા નહીં નોકરી કરવી છે ને આવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કોર્ટના બેલીફ ભગીરથભાઈ વીરજીભાઈ પાંચોટિયા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદારની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ-૧૮૬૨૨૮૩૩૨૩૫૩૧૮૭૨૦૪૫૦૬ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News