મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રિવર્સમાં આવેલ ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં ખાટલા ઉપર સૂતેલા યુવાનનું મોત


SHARE











મોરબી નજીક કારખાનામાં રિવર્સમાં આવેલ ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં ખાટલા ઉપર સૂતેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં કારખાનામાં ખાટલા ઉપર સુતેલા યુવાન માથે રિવર્સમાં આવેલ ટ્રકના તોતિંગ ટાયર ફરી વળ્યા હતા જેથી કરીને ટ્રકની નીચે ચગદાઈ જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો આરોપીને ઝડપી લઇને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવતા વડગાસ ગામના રહેવાસી લાલજીભાઈ મગનભાઈ દેત્રોજા જાતે ઠાકોર (૪૬)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૩૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં માઇક્રો મિનરલ્સ કારખાનામાં તેનો ભાઈ ધીરુભાઈ મગનભાઈ દેત્રોજા જાતે ઠાકોર (૪૦) ખાટલા ઉપર સૂતો હતો ત્યારે આરોપીએ પોતાનો ટ્રક પાછળ જોયા વગર બેફિકરાયથી રિવર્સમાં લીધો હતો અને ત્યારે તે ટ્રક ખાટલા સહિત ખાટલા ઉપર સૂતેલા ધીરુભાઈ દેત્રોજા ઉપર ફરી વળ્યો હોવાને કારણે ટ્રકના તોતિંગ ટાયર નીચે ચગદાઇ જવાથી ધીરુભાઈ દેત્રોજાનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતું જો કે, ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ લાલજીભાઈ દેત્રોજાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પીએસઆઈ બગડાએ આરોપી ટ્રક ચાલક ગેલાભાઈ ડાયાલાલ લામકા (૪૨) રહે. પાંચાળા વાંઢ લાખાગઢ તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરી હોવાનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે






Latest News