મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ


SHARE







મોરબીના આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર ગુમ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા આધેડ કોઈ કારણોસર પોતાના ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા આધેડના દીકરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવતા પોલીસે હાલમાં ગુમ થયેલા આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતા જયદીપભાઇ અશોકભાઈ ભટ્ટી જાતે વાણંદ (૨૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા અશોકભાઈ કરસનભાઈ ભટ્ટી જાતે વાણંદ (૫૧) ગત તા. ૨૭/૫  ના બપોરના ત્રણેક વાગ્યાથી ઘરેથી બહારગામ જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ લઈને આધેડને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એમ. ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મારામારીમાં ઇજા
મોરબી નજીક આવેલ રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ વાલજીભાઈ (૪૨) નામના યુવાનને પ્રેમજીનગર સામે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના શકાળા ગામે રહેતા ભૂરાભાઈ આઈદાનભાઈ સવસેટા (૩૫) સનાળા ગામ પાસે આવેલ ઉમિયાનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News