મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પતરાની છત ઉપર સૂતેલ યુવાન નીચે પડતાં ઇજા: રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં ઘરે પતરાની છત ઉપર સૂતેલ યુવાન નીચે પડતાં ઇજા: રાજકોટ ખસેડાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં જલજલા પાનની પાસે રહેતો યુવાન પોતાના ઘરે પતરાની છત ઉપર સૂતો હતો ત્યારે તે છ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડ્યો હતો જેથી તેને પેટના ભાગે ગંભીર ઇજા થતાં તેને પ્રથમ સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ જલજલા પાન પાસે રહેતો યુવાન આમીન મહમદભાઈ મોવર (૨૨) પોતાના ઘરે બપોરના બારેક વાગ્યે પતરાની છત ઉપર સૂતો હતો ત્યારે કોઈ કારણોસર તે છ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેના પેટના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ  એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

મારમાર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ સીટીઝન કારખાનામાં રહેતા હંસાબેન ધરમશીભાઈ દેવીપુજક (૫૦) નામની મહિલાને વસંતભાઈ અને તેના દીકરાએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હંસાબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ. એમ. મકવાણા ચલાવી રહ્યા છે






Latest News