મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ જતાં યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ જતાં યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર યુવાન કોઇ કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ઈદ મસ્જિદની પાછળના ભાગમાં રહેતો ઈકબાલ અબ્દુલભાઈ કેડા (૪૭) નામનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરા પાસે હતો ત્યારે કોઈ કારણોસર ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાધી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિમોલા સીરામીક પાસે રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઉના તાલુકાના સીવોજ ગામે રહેતા રાકેશભાઈ અરજણભાઈ (૨૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ અકસ્માતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા વિષ્ણુભાઈ જાલમભાઈ નાયક (૨૭) નામનો યુવાન મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ નાયકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી






Latest News