મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યુ કેવલ સ્ટોન પાસેથી બાઈકની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ન્યુ કેવલ સ્ટોન પાસેથી બાઈકની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના કાલિકાનગર પાસે આવેલ ન્યુ કેવલ સ્ટોનની ઓફિસ પાસે બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને આધેડે દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હરીપર કેરળા ગામના રહેવાસી અને હાલમાં મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં નકલંક હાઈટમાં રહેતા હસમુખભાઈ નાનજીભાઈ હળવદીયા જાતે પટેલ (૪૯)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ કમાભાઈ મેથાણીયા સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી તાલુકાના કાલિકાનગર ગામ પાસે આવેલ ન્યુ કેવલ સ્ટોનની ઓફિસની બાજુમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એચ ૫૮૪૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની મહેશભાઈ મેથાણીયા દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી મહેશભાઈ કમાભાઈ મેથાણીયા (૨૯) રહે. હાલ પંચાસર રોડ પેટ્રોલ પંપ પાસે મોરબી મૂળ ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે






Latest News