મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂની રેડ: ત્રણ બોટલ દારૂ સાથે બે આરોપી ઝડપાયા


SHARE







મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં દારૂની રેડ: ત્રણ બોટલ દારૂ સાથે બે આરોપી ઝડપાયા

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં જુદીજુદી દારૂની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને દારૂની ત્રણ બોટલ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને માળીયા શહેરમાં વરલી જુગારના આંકડા લેતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે

બે બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના નાગલપર ગામ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૭૫૦ નો દારૂ તથા ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક નં જીજે ૩ એફજી ૭૯૫૦ આમ કુલ મળીને ૩૦,૭૫૦ ના મુદ્દામાલ સાથે મહેશ ઉર્ફે રામો વજાભાઈ સેટાણીયા જાતે કોળી (૩૦) રહે. નાગલપર ગામની સીમમાં વાળાની ધરપકડ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પ્રકાશભાઈ રસિકભાઈ હમીરપરા જાતે કોળી (૨૩) રહે. રવાપર રોડ કાલિકા પ્લોટ શેરી નં-૪ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

વરલી

માળીયા મિયાળામાં વાગડિયા ઝાંપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૪૬૦ રૂપિયાની મુદ્દામાલ સાથે વરલી દુકાનના આંકડા લેતા મમદભાઈ અલારખાભાઈ જેડા જાતે મિયાણા (૩૮) રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે






Latest News