મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ ૫.૨૦ લાખના મુદામાલની ચોરીના ગુનામાં કુરિયરની ઓફિસના આસીસ્ટન્ટની ધરપકડ


SHARE







મોરબીમાં થયેલ ૫.૨૦ લાખના મુદામાલની ચોરીના ગુનામાં કુરિયરની ઓફિસના આસીસ્ટન્ટની ધરપકડ

મોરબીના રામચોક પાસે કુરિયરની ઓફિસ આવેલ છે જેમાંથી ૫.૧૦ લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૫.૨૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને ગણતરીની કલાકોમાં એલસીબીની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતાં શખ્સ પાસેથી પોલીસે ચોરીના ગયેલ મુદામાલ અને ગાડી સહિત કુલ મળીને ૧૨.૧૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મયુરભાઈ ભીખાભાઇ સોલંકીએ ગઇકાલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, રામચોક પાસે આવેલ બ્લુ ડાર્ટ કુરિયરની ઓફિસમાં તે મેનેજર તરીકે નોકરી કરેલ છે અને તેની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખ તેમજ ૧૦ હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડિવિયાર મળીને કુલ ૫.૨૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે જો કે, જે જગ્યાએ ચોરી કરવામાં આવી છે તે ઓફીસનું શટર ઉંચકાવ્યુ નથી !, તાળા તોડવામાં આવ્યા નથી ! જેથી કરીને ચોરીમાં જાણભેદુ હોવાની શંકા આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

દરમ્યાન એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલને ખાનગી રાહે હકિકત મળેલ કે, આ કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતા ક્રિતેજ રણજીતભાઇએ આ ચોરીને અજામ આપેલ છે જેથી તેની તપાસ કરતા તે ગ્રેકલરની બ્રેઝા ગાડી સાથે મોરબી નરસંગ ટેકરી પાસેથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેને ગાડી સાથે મોરબી એલસીબી કચેરીએ લઈને આવીને આગવી ઢબે પુછપરછ કરી હતી ત્યારે આ ચોરી તેને કરી હોવાની હકિકત તેને જણાવી હતી માટે તેની પાસેથી પોલીસે ચોરીના ગયેલા રોકડ સહિતનો મુદામાલ તેમજ સાત લાખની ગાડી આમ કુલ મળીને ૧૨/૧૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને ગણતરીની કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને પકડ ઝડપી લેવામાં આવેલ છે અને આરોપી તેમજ મુદામાલ મોરબી સીટી એ ડીવીઝ્ન પોલીસને આપવામાં આવ્યો છે






Latest News