મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી !: વિવાદના એંધાણ


SHARE







વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી !: વિવાદના એંધાણ

વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં હિન્દુ યુવા વાહીની સમસ્ત હિંદુ સંગઠન દ્વારા કલેકટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ન થાય તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટી લી. ને જીન પ્રોસેસિંગ અને ઓઈલ મિલ બનાવવા માટે ફાળવેલ હતી જે જમીન હ.બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટને હોસ્પિટલ બનાવવા ખરીદ કરવા મંજુરી હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આજે સમસ્ત હિંદુ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું. જેમાં આ જમીન ટ્રસ્ટને પાણીના ભાવે આપી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ના થાય તે માટે તાત્કાલિક કલેકટર પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવીને દસ્તાવેજ નોંધણી થાય તે પૂર્વે પ્રક્રિયા અટકાવવા માંગ કરી હતી. મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે જીલેષ કાલરીયા, ચેતનગીરી ગોસ્વામી, રાજ સોમાણી, અમિતભાઈ સેજપાલ, મયુરભાઈ, કમલેશભાઈ બોરિચા સહિતના આગવેયનો તેમજ વાંકાનેરના લોહાણા મહાજન, સ્વ.. હંસગીરી જીવણગીરી ગૌસ્વામી ટ્રસ્ટ-વાંકાનેર, ભારતીય કિશાન સંઘ, સમસ્ત હિન્દૂ સમાજ વાંકાનેર, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જુદીજુદી સંસ્થાઓના હોદેદારો હાજર રહ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી 






Latest News