મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અંગે તાલીમ યોજાશે


SHARE







મોરબી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અંગે તાલીમ યોજાશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા મહિલા સશક્તિકરણ, કુપોષણ નિવારણ અને મૂલ્યવર્ધન માટે મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અમલી બનાવાઇ છે. જેનો લાભ રેશનકાર્ડ દીઠ એક મહિલાને મળવાપાત્ર છે. તાલીમાર્થી મહિલાની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. તાલીમમાં  ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનો માટે બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ યોજાશે.

આ તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીની ૮૦ ટકા હાજરી હોય તો એક દિવસના રૂ. ૨૫૦ લેખે તાલીમાર્થી બહેનોને સ્ટાઇપેન્ડ તરીકે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા. ૩૧-૦૫-૨૦૨૩ સુધીમાં અરજી કરી અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ સહીત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News