મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્યુટીપાર્લર ચલાવતી પરિણીતા સાથે દુષ્કર્મ: ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં બ્યુટીપાર્લર ચલાવતી પરિણીતા સાથે દુષ્કર્મ: ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં મોરબીમાં બ્યુટીપાર્લર ધારવતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જો કે, મહિલા સાથે કેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાથોસાથ મહિલાના મેડિકલ ટેસ્ટ સહિતની કામગીરી પોલીસે હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતી ત્રણ સગીરાઓની સાથે દુષ્કર્મની ઘટનાઓ છેલ્લા દિવસોમાં સામે આવી છે ત્યાર બાદ હાલમાં વધુ એક દુષ્કર્મની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે અને તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઓફિસ ધારવતા યશ દેસાઈએ ફરિયાદી મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી ત્યારે ત્યાં તેને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું જેથી કરીને તે બેભાન બની ગઈ હતી ત્યાર બાદ તે રાતે જ્યારે થોડી ભાનમાં આવી હતી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ તે ઓફિસમાં નગ્ન હાલતમાં હતો તેમજ ફરિયાદી જે કપડા પહેર્યા હતા તે બદલાઈ ગયા હતા જેથી કરીને તે મહિલાએ તાત્કાલિક તેના પત્નીને ફોન કર્યો હતો ત્યાર બાદ તેના પરિવારજનો ત્યાં શોપિંગે આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ત્યાં આવી હતી અને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે તેના મેડિકલ ટેસ્ટ કરાવવાની તેમજ આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે હાલમાં મહિલાએ ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ, અભિ પટેલ, યશ દેસાઈ અને એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News