મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પીજીવીસીએલની ટીમોએ પાંચ દિવસમાં ૯૨ લાખની વીજચોરી પકડી


SHARE







મોરબી જિલ્લામાં પીજીવીસીએલની ટીમોએ પાંચ દિવસમાં ૯૨ લાખની વીજચોરી પકડી

મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વીજ ચોરી પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી જેના ભાગરૂપે મોરબી જિલ્લામાંથી પીજીવીસીએલની ટીમોએ ૯૨ લાખથી વધુની વીજચોરી પકડી પાડી હતી.જેથી કરીને વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મોરબી જીલ્લામાં તા ૮ થી ૧૨ એમ કુલ મળીને પાંચ દિવસ સુધી પીજીવીસીએલ દ્વારા વિજ ચોરીને પકડવા માટે તજવીજ કરવામાં આવી હતી અને ત્યારે મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ચેકિંગ કરવામાં અવાયું હતું ત્યારે સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવમાં વીજ કંપનીની ટીમોની સાથે એસ.આર.પી. તથા પોલીસ સ્ટાફને પણ રાખવામા આવ્યો હતો અને જુદાજુદા કુલ ૩૪ ઈજનેરોની ટીમોએ ચેકિંગ કર્યું હતું જેમાં જામનગર, ભુજ, અંજાર તથા મોરબીના અધિકારીઓનો સમાવેશ થાય છે આ ચેકિંગ ઝુંબેશમાં રહેણાંકના ૭૨૧, વાણિજ્યિક હેતુના ૧૯૫ આમ કુલ મળીને ૯૧૬ વીજ કનેક્શન ચેક કર્યા હતા ત્યારે રહેણાંકના ૧૬૪ તથા વાણિજ્યિક હેતુના ૪૪ એટ્લે કે, કુલ ૨૦૮ વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેથી કરીને આસામીઓને કુલ ૯૨.૨ લાખનો દંડ કરવામાં આવેલ છે જેથી કરીને વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.






Latest News