મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક કારખાનામાંથી ઘુંટુની સગીરાનુ અપહરણ


SHARE







મોરબીના પીપળી નજીક કારખાનામાંથી ઘુંટુની સગીરાનુ અપહરણ

મોરબીના ઘુંટુ ગામના પરિવારની સગીરવયની દિકરી કામકાજ માટે પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં જતી હોય ત્યાંથી તેણીનું અપહરણ કરવામાં આવતા હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના રહેવાસી પરિવારની સગીરવયની દીકરી કામકાજ માટે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ નજીકના એક કારખાનામાં કામે જતી હોય ત્યાંથી ગત તા.૭-૫ ના બારેક વાગ્યાના અરસામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મના ઇરાદે તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે.હાલ ભોગ બનેલ સગીરાની માતાની ઉપરોક્ત ફરિયાદ આધારે તાલુકા પીઆઇ કે.એ.વાળા દ્વારા અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા જાતે કોળી રહે.આનંદ એપાર્ટમેન્ટ પાસે મહેન્દ્રનગર તા.જી.મોરબી સામે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ તેમજ દુષ્કર્મ અને પોકસો એકટની કલમો હેઠળ અલ્પેશ કોળી સામે ગુનો નોંધીને ભોગ બનેલી સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તાલુકા પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

દવા પી જતા સારવારમાં

મોરબીનો રહેવાસી શુભમ રવજીભાઈ રાઠોડ નામનો ૨૧ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર કોઈ દવા પી ગયો હતો જેથી તેને અસર થતા અહિંની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા હાલ હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે

મારામારીના બનાવમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા કિશોરભાઇ મુળજીભાઈ સારેસા નામના ૫૪ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પહોંચીને તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં કિશોરભાઈ સારેસાને ઇજા પહોંચી હતી જેથી ખાનગી હોસ્પિટલે સારવાર લીધા બાદ અત્રેની સિવિલે હાલ સારવાર માટે લાવવામાં આવેલા છે.






Latest News