મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

સામખયારીથી કટારીયા વચ્ચે ધનબાદ એક્સ્પ્રેસ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE







સામખયારીથી કટારીયા વચ્ચે ધનબાદ એક્સ્પ્રેસ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

સામખયારીથી કટારીયા વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપરથી રાત્રે ધનબાદ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનમાં મુસાફર તરીકે બેઠેલ યુવાન કોઈ કારણોસર ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને માથે અને શરીરમાં ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં તે રાજકોટ સારવાર હેઠળ હોય આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મૂળ ઝારખંડના રાચીનો રહેવાથી દિનેશ સુરેશભાઈ પુરાવ (૨૫ નામનો યુવાન ચાલુ ટ્રેનમાંથી સુરજબારીથી કટારીયા વચ્ચે પડી ગયો હતો જેથી દિનેશને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે હાલમાં રાજકોટ સારવાર હેઠળ છે દરમિયાન તેના કાકા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ધનબાદ એક્સપ્રેસ ટ્રેનમાં ઝારખંડના ધનબાદથી ગાંધીધામ તરફ તે આવી રહ્યા હતા ત્યારે ટ્રેનના દરવાજા પાસે દિનેશ બેઠો હતો અને તે કોઈ કારણોસર નીચે પડી જતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવાનના લગ્ન થઈ ગયા છે અને તેને ત્રણ સંતાન છે આ બનાવની હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને હવે બનાવ જે જગ્યાએ બનેલ છે તે વિસ્તારના પોલીસ મથકને જાણ કરવા માટેની કવાયત ચાલુ છે






Latest News