મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળી જઇને એસિડ પી ગયેલ વૃદ્ધ સારવારમા


SHARE







મોરબીમાં બીમારીથી કંટાળી જઇને એસિડ પી ગયેલ વૃદ્ધ સારવારમા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા સરવડ ગામે રહેતા વૃધ્ધે એસીડ પી લેતા તેઓને સારવાર માટે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તપાસ કરતા ખુલ્યુ હતુ કે બીમારીથી કંટાળી જવાથી તેઓએ ઉપરોકત પગલું ભરી લીધુ હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષ્મણભાઈ સરડવા નામના ૭૫ વર્ષના વૃદ્ધ એસિડ પી ગયા હતા જેથી તેમનો પુત્ર ભાવેશ તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો હતો અને હોસ્પિટલ દ્વારા તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, બીમારીથી કંટાળી જઈને જેરામભાઈ સરડવા દ્વારા ઉપરોક્ત પગલું ભરવામાં આવ્યું હતું અને હાલ તેઓ સારવાર હેઠળ છે.બનાવની આગળની તપાસ માટે એ ડિવિઝન પોલીસ દ્વારા માળિયા મીંયાણા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

કામ દરમિયાન પડી જતા સગીરા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૬ અને ૭ ની વચ્ચે કારખાનામાં કામ દરમિયાન કારખાનામાં ચોથા માળે કામ માટે ગયેલ કસીશબેન પ્રવીણભાઈ સનુરા નામની ૧૬ વર્ષની સગીરાનો પગ લપસતા ઊંચાઈએથી નીચે પડી જતા સારવાર માટે અત્રેની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યાંથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના જેઇલ રોડ ઉપર રહેતો જય મહેશભાઈ હિરાણી નામનો ૨૦ વર્ષનો યુવાન યદુનંદન ગૌશાળા પાસેથી પોતાનું બાઈક લઈને જતો હતો તે સમયે ત્યાં રસ્તામાં તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવમાં તેને ઇજા થતા તેને અત્રેની ખાનગી સાગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા તે બનાવ અંગે પણ નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા કાંતિભાઈ ભીખાભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે માણેકવાડા ગામ નજીક તેમનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં કાંતિભાઈ દેત્રોજાને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે






Latest News