મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશન ન હોવાથી દર્દીઓ હેરાન


SHARE











વાંકાનેર સિવિલમાં ધનુરના ઈંજેકશન ન હોવાથી દર્દીઓ હેરાન

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં વાંકાનેર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે જોકે, ઘણી વખત ત્યાં પૂરતા પ્રમાણમાં સારવાર માટે દવા ન હોવાથી દર્દીઓને હેરાન થવું પડતું હોય છે ત્યારે હાલમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઈંજેકશન ન હોવાથી ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ત્યાં સારવાર ન મળવાના કારણે ખાનગી હોસ્પિટલના ડામ સહન કરવા પડી ગયા છે

વાંકાનેર અને આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકો તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આવતા હોય છે જોકે ત્યાં દવાના અભાવે અથવા તો સુવિધાના અભાવે ઘણી વખત દર્દીઓને રાજકોટ સુધી રીફર કરવામાં આવતા હોય છે અને જે દર્દીઓ રાજકોટ ન જાય તો તેને ખાનગીમાં ડામ સહન કરવા પડતા હોય છે હાલમાં સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા દિવસોથી ધનુરના ઇન્જેક્શન ન હોવાથી જે દર્દીઓને ધનુરના ઇન્જેક્શન લેવા પડે તેવી પરિસ્થિતિ હોય તેમને ખાનગીમાં ડામ સહન કરવા માટે જવું પડતું હોય છે ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે જી.એમ.એસ.સી.એલ. મારફતે ધનુરના ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હોવાથી હાલમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ધનુરના ઇન્જેક્શન નથી જેથી દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરીયાત હોય તો ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ધનુરના ઇન્જેક્શન લેવા માટે જવું પડતું હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખૂટતી દવા, ખૂટતા ઇન્જેક્શન તેમજ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે






Latest News