હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સનાતન જ્યોતયાત્રા: હનુમાનજી યુવા કથા આમંત્રણ રથનું ભાજપ દ્વારા સ્વાગત


SHARE











વાંકાનેરમાં સનાતન જ્યોતયાત્રા: હનુમાનજી યુવા કથા આમંત્રણ રથનું ભાજપ દ્વારા સ્વાગત

વાંકાનેરમાં સનાતન જ્યોત યાત્રા હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ વાંકાનેર ખાતે ફૂલ દરવાજે પહોંચ્યો હતો ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ સનાતન જ્યોત યાત્રાનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું રામનવમી નિમિત્તે ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતાએ સાળંગપુર ખાતે યાત્રાનું પ્રસ્થાન કરેલ જે દેશના વિવિધ રાજ્ય શહેરમાં સનાતન જ્યોતયાત્રા તથા હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ, સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સંચાલિત, કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ગુજરાત તથા નમોસેના ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રામાં હનુમાનજી મહારાજની ૧૧ ફૂટ વિશાળ ગદાનો દર્શન કરાવવા ૧૧ રાજ્યો તથા ૧૧,૧૧૧ કિલોમીટરનું અંતર કાપી ૧૧૧ પ્રસિદ્ધ તીર્થ સ્થાનો ફરીને સમગ્ર દેશમાં ભારતીય સંસ્કૃતિ સંસ્કાર સનાતન ધર્મ પ્રત્યે વિવિધ શહેરમાં જાગૃતતા લાવવા માટે અને દિલ્હી ખાતે આયોજિત હનુમાનજી યુવા કથામાં સર્વે ધર્મ પ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ સનાતન જ્યોતયાત્રા વાંકાનેરમાં પહોંચેલ તે સમયે ભાવભર્યું સ્વાગત કરી યાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા






Latest News