હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી, માળિયા અને ટંકારામાં ૨૩ ટીમો દ્વારા વીજ ચેકિંગ: ૭૪ કનેક્શન ધારકોને ૩૬.૫૦ લાખનો દંડ


SHARE











મોરબી, માળિયા અને ટંકારામાં ૨૩ ટીમો દ્વારા વીજ ચેકિંગ: ૭૪ કનેક્શન ધારકોને ૩૬.૫૦ લાખનો દંડ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં પીજીવીસીએલના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે છેલ્લા બે દિવસમાં મોરબી, માળિયા અને ટંકારામાં જુદી જુદી જગ્યાએ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ૭૪ વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેથી કરીને વીજ કનેક્શન ધારકોને ૩૬.૫૦ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લામાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વિજ ચેકિંગની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા બે દિવસથી મોરબી, માળિયા અને ટંકારામાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ૨૩ જેટલી ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં જઈને લોકોના વીજ કનેક્શનનો ચેક કરવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસમાં મોરબી, માળિયા અને ટંકારામાં કુલ મળીને ૪૩૦ જેટલા વીજ કનેક્શનને વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૭૪ વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી છે અને જે વીજ કનેક્શન ધારકો દ્વારા વીજ ચોરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું હતું તેની પાસેથી કુલ મળીને ૩૬.૫૦ લાખનો દંડ વસૂલ કરવા માટેના બિલ હાલમાં આપવામાં આવ્યા છે અને આ વીજ ચેકિંગ ઝુંબેશ હજુ પણ ચાલુ રહેશે તેવું પણ અધિકારીએ જણાવ્યું છે






Latest News