મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મસ્તીએ ભારે કરી: મોરબીમાં મસ્તીમાં પેટના ભાગે છરી વાગતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE







મસ્તીએ ભારે કરી: મોરબીમાં મસ્તીમાં પેટના ભાગે છરી વાગતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન અને તેના પત્ની ઘરે હતા ત્યારે મજાક મસ્તીમાં ફ્રૂટ સુધારતા સમયે યુવાનને પેટના ભાગે છરી વાગી ગઈ હતી જેથી ગંભીર હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરમાં આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અમરદીપસિંહ પ્રવિણસિંહ રાણા જાતે દરબાર (૩૨) નામના યુવાનને પેટના ભાગે છરી વાગતા પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે તેના બોડીને લઈને ગયા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની તપાસ વી.કે. ચાવડા કરી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, ગત તા. ૨/૫ ના રાત્રીના નવેક વાગ્યે પતિ પત્ની બંને ઘરે હાજર હતા ત્યારે મજાક મસ્તીમાં ફ્રૂટ સુધારતા સમયે યુવાનના પેટના ભાગે છરી વાગી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ ચામુડાનગરમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ સોલંકી (૫૦) નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલા આધેડના પત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ તે ટેન્શનમાં રહેતા હોય તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતો ગોપાલભાઈ નવલાભાઇ સંગાળા (૨૫) નામનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી કોઇપણ કારણોસર નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે યુવાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News