મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

અનોખો દેશપ્રેમ: મોરબીના ધારાસભ્યએ ધ કેરેલા સ્ટોરી ફિલ્મ મહિલા-વિદ્યાર્થિનીઓને બતાવવાનું કર્યું આયોજન


SHARE







અનોખો દેશપ્રેમ: મોરબીના ધારાસભ્યએ ધ કેરેલા સ્ટોરી ફિલ્મ મહિલા-વિદ્યાર્થિનીઓને બતાવવાનું કર્યું આયોજન

હાલમાં લવ જેહાદના મુદાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલ ફિલ્મ ધ કેરેલા બહુજ ચર્ચામાં છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ વિનામુલ્યે આ ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સતત ચાર દિવસ સુધી આ ફિલ્મ મફતમા નિહાળી શકે તે માટે મોરબીના ધારાસભ્ય કાંતિલાલે વિશેષ આયોજન કર્યું છે, વિનામૂલ્યે ફિલ્મ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ જોઈ શકે તે માટે હાલમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે ફોનથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરેલા રીલીઝ કરવામાં આવી છે તેની ઠેરઠેર ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી અને માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે આગામી તા. ૧૦ થી ૧૪ મે સુધી સ્કાય મોલમાં આવેલ સિનેમા હૉલ ખાતે સવાર અને સાંજે વિનામુલ્યે ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને જે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ આ ફિલ્મ જોવા ઇચ્છતા હોય તેઓએ તા. ૯ ને મંગળવારે સાંજ સુધીમાં મોબાઈલ નંબર ૯૮૨૫૧ ૦૫૫૯૧ તેમજ ૯૯૭૯૬ ૧૩૪૩૩ ઉપર ફોન કરી રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યુ છે






Latest News