હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં ન્હાવા માટે ગયેલા યુવાન સાથે ઝઘડો કરીને તલવાર વડે હુમલો: પાંચ વ્યક્તિઓને માર માર્યો


SHARE











મોરબીમાં કારખાનામાં ન્હાવા માટે ગયેલા યુવાન સાથે ઝઘડો કરીને તલવાર વડે હુમલો: પાંચ વ્યક્તિઓને માર માર્યો

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ વિશાલ દીપ નળીયાના કારખાનામાં મજૂરી કામ કરીને ન્હાવા માટે ગયેલા યુવાન અને તેના મિત્રને મારે પહેલા ન્હાવું છે તેવું કહીને સેક શખ્સ દ્વારા પ્લાસ્ટિકની ડોલ વડે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાન અને તેનો મિત્ર પોતાની ઓરડીએ પરત ગયા હતા ત્યાં આરોપી તલવાર લઈને આવ્યો હતો અને તલવાર વડે યુવાનને કોણીના ભાગે તથા તેની સાથે રહેલા વ્યક્તિને હાથમાં ઇજા કરી હતી તેમજ તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો અને બે મહિલાએ યુવાન અને તેના માતા-પિતાને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી હાલમાં મારામારી અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ વિશાલ દીપ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ રફાળેશ્વર ગામના રહેવાસી કિશનભાઇ રવિભાઈ ચૌહાણ (૨૫) નામના યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુસુફભાઈ કરીમભાઈ મિયાણા રહે. વીસીપરા મોરબી તથા તેની સાથે આવેલ બે અજાણ્યા પુરુષો અને બે સ્ત્રી આમ કુલ મળીને પાંચ વ્યક્તિની સામે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે કારખાનામાં મજૂરી કામ કરીને ન્હાવા માટે ગયો હતો ત્યારે ત્યાં આરોપી યુસુફ કરીમ મિયાણાએ આવીને પહેલા મારે ન્હાવું છે તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ફરિયાદી કિસાન અને તેની સાથે રહેલ ગૌતમને મોઢા ઉપર પ્લાસ્ટિકની ડોલ મારી હતી અને ત્યાંથી ફરિયાદી તથા ગૌતમ ઓરડી તરફ પરત આવ્યા હતા ત્યારે તેની પાછળ યુસુફ કરીમ મિયાણા સહિતના પાંચ વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને ત્યારે આરોપી યુસુફ મિયાણાના હાથમાં તલવાર હતી તે તલવાર વડે તેણે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં કોણી પાસે ઇજા કરી હતી તથા સંજયને હાથમાં તલવાર વડે ઇજા કરી હતી તેમજ અજાણ્યા બે શખ્સોએ ફરિયાદી યુવાન તથા તેના પિતા રવિભાઈ મૂળદાસભાઈ ચૌહાણ (૪૩) અને તેની માતા વસંતબેન રવિભાઈ ચૌહાણ (૪૨) ને લાકડીના ધોકા વડે માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં યુસુફ મિયાણા સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબીના ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામે રહેતા જયંતિભાઈ મગનભાઈ ડાભી (૨૩) નામના યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતો ગૌતમ મહિપત ઉપસરીયા (૧૧) નામનો બાળક પોતાના ઘર પાસે સાયકલ ચલાવતો હતો ત્યારે સાયકલ ચલાવતા સમયે સાયકલની ચેઇનમાં તેનો પગ આવી જતા તેને પગમાં ગંભીર થઈ હતી જેથી તે બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં બાળકને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News