મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સંજોગોવશ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો માટે યોજાશે શાસ્ત્રોકત સાત ફેરા


SHARE







મોરબીમાં સંજોગોવશ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલો માટે યોજાશે શાસ્ત્રોકત સાત ફેરા

આજ કાલના યુવાનો ટી.વી. અને સોસીયલ મીડિયાના માધ્યમોથી વેસ્ટર્ન કલ્ચર તરફ દોટ મૂકી રહ્યા છે જેના કારણે પ્રેમ લગ્નોમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે છુટ્ટા છેડાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે છુટ્ટા છેડાઓનું મુખ્ય કારણ આમ જોઈએ તો એક બીજાનો થઈ રહેલો એક બીજા પ્રત્યે અણબનાવ છે તેમાં પણ જે યુગલોએ પ્રેમ લગ્ન કર્યા હોય તેવા યુગલોનો છુટા થવાનો રેશોયો વધુ છે જેનું હિન્દૂ ધર્મ મુજબ એક કારણ આપણેએ પણ માની શકીએ જે લગ્ન રીતિ-રિવાજોસહિત શાસ્ત્રોના પઠન તેમજ માતા-પિતા સાથે સગા સંબંધીઓના આશિર્વાદ વગર થયેલ શુભ કાર્યમાં ઉણપ રહી ગયેલ હોય શકે છે

આજ કાલના યુવાનો રજીસ્ટર્ડ મેરેજ કરી ઘર સંસાર શરૂ કરે છે ત્યારે મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘણા યુગલોના પ્રેમ લગ્ન પછી માતા પિતાઓ તેમની સ્થિતિને અંતે સ્વીકારી લે છે પરંતુ લોકો શું કહેશે તેના ડરથી આપણા હિન્દૂ ધર્મ મુજબ લગ્ન કરાવી શકતા નથી જેથી આવા યુગલો અમુક ધાર્મિક કે સારા પ્રસંગોને માણી શકતા નથી જેથી તેના જીવનમાં કઇ ખૂટતું હોવાની ભાવના રહી જાય છે. સપના દરેક કન્યાના હોય શણગાર સજી દુલ્હન બનવાનાસપના દરેક યુવકના પણ હોય ઘોડે ચડવાના પણ સંજોગોવશ તે ના કરી શક્યા હોય અને માત્ર રજીસ્ટર્ડ લગ્ન કર્યા હોય તેવા યુગલોના સપનાઓ પુરા કરવા વાત્સલ્ય ફાઉન્ડેશન-મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા "શાસ્ત્રોકત સાત ફેરા" નું આયોજન કરેલ છે. જેમાં રજીસ્ટર્ડ મેરેજ કરેલા યુગલોને પોતાના માતા-પિતાની હાજરીમાં હિન્દૂ ધર્મ મુજબ સાત વચનોના સાત ફેરા ફેરવી તેમની રીતિ રિવાજ મુજબ લગ્ન કરી આપવામાં આવશે. કદાચ ગુજરાતમાં આ આવો પહેલો લગ્નોત્સવ હશે. જેમાં પરિવારના સભ્યો રજીસ્ટર્ડ લગ્ન વાળા યુગલોને હિન્દૂ ધર્મ મુજબ લગ્નો કરવી સાંસારિક જીવન માં સફળ થવાના આશીર્વાદ આપશે. આ લગ્નોત્સવ આગામી જેઠ સુદ આઠમને રવિવાર તા. ૨૮/૫/૨૦૨૩ ના રોજ મોરબી ખાતે યોજાશેઆ લગ્નોત્સવમાં ભાગ લેવા માંગતા યુગલો તારીખ ૮/૫/૨૦૨૩ થી ૨૨/૫/૨૦૨૩ સુધીમાં "વાત્સલ્ય" પ્રાગટય ક્લિનિકઆંબેડકર કોલોનીરોહિદાશ પરા મેઈન રોડમોરબી ખાતેથી સવારે ૧૦ થી ૧ અને બોપરે ૪ થી ૮ સુધીમાં ફોર્મ મેળવી શક્શે વધુ વિગત માટે ડો. પરેશ પારીઆ (૮૭૩૨૯૧૮૧૮૩) અને ડો. હાર્દિક જેસ્વાણી (૯૨૨૮૮૦૦૧૦૮) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News