મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર ગામે જુગાર રમતા પાંચ જુગારી પકડાયા


SHARE







મોરબીના લુંટાવદર ગામે જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપૂત સમાજની વાડીની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૩૧૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુટાવદર ગામે રાજપૂત સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયુભા જીલુભા જાડેજા (૫૦), રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (૪૩), ભુદરભાઇ લાલજીભાઈ સુરાણી (૬૨), હરેશભાઈ રવજીભાઈ સુરાણી (૫૦) અને અજયસિંહ કનકસિંહ પરમાર (૪૦) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૩૧૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામની પાસે રહેતા બુધારામ રૂપારામ (ઉમર ૨૫) અને રેવતારામ સેરારામ (ઉમર ૨૯) નામના બે યુવાનો માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામના પાટીયા પાસેથી બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે ત્યાં આવેલા કેસર હોલના સામે અકસ્માતે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા તેમને ઇજા થતા બંનેને સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવ્યા હતા જેથી હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સીતાપર ગામના પાટીયા પાસે રહેતા હિરલબેન બાબુભાઈ ભરવાડ નામની બાર વર્ષની સગીરાને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર (મકનસર) પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઉજાઓ થતા તેણીને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી જેને પગલે બનાવ સંદર્ભે જાણ થયેલી હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News