એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ કર્યો આપઘાત


SHARE











મોરબીના ખાનપર ગામે માતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરીએ કર્યો આપઘાત

મોરબી નજીકના ખાનપર ગામની સીમમાં વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતાં પરિવારની ૧૪ વર્ષની દીકરીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદના ધાનપુર તાલુકાનાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રમેશભાઈ ભવાનભાઈની વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા જવલાભાઈ પરમારની ૧૪ વર્ષની દીકરી વનીતાબેને ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.જે.ખડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક વનિતાબેન પરમારને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેણીને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું તેના પરિવારજનો કહી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર પાછળ આવેલ અંબિકા સોસાયટીમાં રહેતો શંકરભાઈ ગાંડુભાઇ પાટડિયા (ઉમર ૩૨) નામનો યુવાન મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રાત્રીના નવેક વાગ્યે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઈજાઓ થવાથી અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે. જયારે મોરબીના સોખડા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા વાહન અકસ્માતના બનાવમાં હળવદના ચરાડવા ગામે રહેતા બકુલભાઇ લાભશંકરભાઈ મહેતા નામના ૪૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે સારવાર કર્યા બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.






Latest News