મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કામે જતા યુવાનનું મોત


SHARE











મોરબીના જેતપર રોડે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા કામે જતા યુવાનનું મોત

મોરબીના જાંબુડીયા ગામનો રહેવાસી યુવાન ગઈકાલે મોડી સાંજે કામ સબબ પોતાનું બાઈક લઈને જેતપર રોડ ઉપર જતો હતો ત્યારે ત્યાં તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઘવાયેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી તેમજ તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતો મયુર ઉર્ફે મનોજ ધીરુભાઈ ઉર્ફે ધનજીભાઈ પરમાર નામનો ૨૪ વર્ષનો યુવાન ગઈકાલે રાતે આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાને નોકરીએ જતો હતો ત્યારે સોમનાથ પેટ્રોલ પંપ નજીક તેના બાઇકને ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૧૩ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા ત્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું અને હાલ રાજકોટ ખાતેથી આ બનાવની યાદી આવતા તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલી મોર ભગતની વાડી ખાતે રહેતો અશોક વાલજીભાઈ પરમાર નામનો ૪૪ વર્ષનો યુવાન સાંજના સમયે પોતાનું બાઈક લઈને થોરાળા ગામ બાજુ જતો હતો ત્યારે થોરાળા ગામના પાટીયા પાસે તેના બાઈકની આડે અચાનક ભૂંડ આડુ ઉતરતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજાઓ થવાથી તેને મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી સારવાર બાદ મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News