મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ પોલીસ ચોકી પાસેથી મળી આવેલ ડેડબોડીમાં મૃતકની ઓળખ મળી


SHARE







મોરબીના લાતી પ્લોટ પોલીસ ચોકી પાસેથી મળી આવેલ ડેડબોડીમાં મૃતકની ઓળખ મળી

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ અને લાતી પ્લોટ મેઇન રોડની વચ્ચેના ભાગે આવેલ લાતીપ્લોટ પોલીસ ચોકી નજીક આવેલ દુકાન પાસેથી આશરે પાંત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા મૃતક વીંછીયાના શિવાજીપરા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ નજીક લાતી પ્લોટ પોલીસ ચોકીની નજીક એક દુકાનની પાસે આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકના વાલીવારસની શોધ કરવામાં આવતા હાલ મળેલ માહિતી મુજબ મૃતકનું નામ રાજેશ બાબુ વાલાણી જાતે કોળી (ઉમર ૩૫) ધંધો મજૂરીકામ રહે.શિવાજીપરા વીંછીયા તા.વિછીયા જી.રાજકોટ હોવાનું ખુલ્યું હતું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થતા મૃતકના પિતા બાબુભાઈ ટપુભાઈ વાલાણી જાતે કોળીએ મોરબી આવીને તેમના પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો.વધુમાં મૃતકના પિતા બાબુભાઇએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેમનો પુત્ર રાજેશ ગત તા.૨૧-૪ ના રાત્રિના અગીયાર વાગ્યે "કચ્છમાં ચાલતી રામકથામાં જાઉં છું" તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં તા.૨૫-૪ ના રોજ તેનો મોરબી નજીક મૃતદેહ મળી આવ્યો હતો.વધુમાં મૃતકના પિતા બાબુભાઈએ પોલીસને જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર રાજેશ વાલાણીને છેલ્લા ચારેક વર્ષથી ડાયાબિટીસ હતું અને ડાયાબિટીસ વધુ હોવાના લીધે તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતો હતો અને અગાઉ પણ તેને આ બીમારી સબબ દાખલ કરવો પડ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતો દીપક પ્રાણજીવનભાઈ વીરપરિયા નામનો ૩૫ વર્ષનો યુવાન રાત્રિના પોતાનું બાઈક લઈને હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક સ્લીપ મારી જતા ઇજાઓ પામતા તેને અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઘર પાસે મારામારીમાં ઈજા

મોરબીના રહેવાસી મહેશભાઈ કરશનભાઈ ચાવડા (ઉમર ૪૦) અને તેમના પુત્ર નિલેશ મહેશભાઈ ચાવડા (ઉમર ૧૭) ને પોતાના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ તથા સિવિલે સારવાર માટે લઈ જવા આવ્યા હતા જ્યાંથી બનાવવા અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય આ અંગે પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News