મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ રો-મટીરીયલનો ધંધાર્થી દેણું વધી જતાં નાશી ગયો હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ રો-મટીરીયલનો ધંધાર્થી દેણું વધી જતાં નાશી ગયો હોવાનું ખૂલ્યું

મોરબીમાં રહીને રો-મટીરીયલનો ધંધો કરતો યુવાન ગુમ થઈ ગયો હતો જેની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી તો પણ તેનો કોઈ સ્થળેથી પત્તો લાગ્યો ન હતો જેથી કરીને તેના પરિવાર દ્વારા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી તેવામાં ગુમ થયેલ યુવાન મળી આવેલ છે અને તેના ઉપર દેણું વધી જતાં તે મોરબીથી નાશી ગયો હોવાનું ખૂલ્યું છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના કેરાળા (હરીપર) ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ વિદ્યુતપાર્ક સોસાયટીમાં આવેલ સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશભાઈ કરમશીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૩) નામના આધેડે તેનો દીકરો સ્મિત ગણેશભાઈ દેત્રોજા (૩૪) રહે. સ્વર્ગ એપાર્ટમેન્ટ વિદ્યુતપાર્ક સોસાયટી મોરબી વાળો ગત તા.૨૦/૪ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર નીકળી ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ પતો લાગ્યો નથી તેવી ગુમશુધા નોંધ કરવી હતી જેથી કરીને પોલીસે ગુમ થયેલ સ્મિત દેત્રોજાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેવામાં યુવાન મળી આવેલ છે અને રો-મટીરીયલનો ધંધો કરતા યુવાનને ધંધાના કામ માટે રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તેના ઉપર દેણું વધી જતાં તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો હાલમાં યુવાન હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ પાછળ રહેતા ચમનલાલ વાલજીભાઈ મચ્છોયા (૩૬) નામનો યુવાન મોરબીના નવલખી ફાટક પાસેથી રોડ ક્રોસ કરીને કારખાનેથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કન્સ્ટ્રક્શનના મશીન સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સુધી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા કરી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના પાડાપુલ નીચે બેઠા પુલ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ કુંદનબા ભગવતસિંહ જાડેજા (૪૭, રહે. અનંતનગર સોસાયટી મોરબી) નામના મહિલાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળથી વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે






Latest News