મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે રહેતી મહિલાને તેના પતિ સાથે રહેતી દીકરીઓની યાદ આવતા ફિનાઇલ ગટગટાવ્યું


SHARE







મોરબીમાં માવતરે રહેતી મહિલાને તેના પતિ સાથે રહેતી દીકરીઓની યાદ આવતા ફિનાઇલ ગટગટાવ્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા પાસે આવેલ શક્તિ સોસાયટીમાં પિતાના ઘરે રહેતી પરણીતાને તેના પતિના સાથે રહેતી બે દીકરીઓની યાદ આવતા પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડીની પાછળ આવેલ માળિયા વનાળીયા પાસે શક્તિ સોસાયટીમાં પિતાના ઘરે રહેતી પરણીતા જોત્સનાબેન શામજીભાઈ મજેઠીયા (૩૦)એ પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મહિલાને સારવાર આપ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મહિલા છેલ્લા એકાદ વર્ષથી તેના પિતાના ઘરે રહે છે અને તેની બે દીકરીઓ તેના પતિ સાથે રહેતી હોય દીકરીઓની યાદ આવતા તેણે પોતાની જાતે ફિનાઇલ પી લીધું હતું તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું  છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના નવી જોગડ ગામે રહેતા માવજીભાઈ અમરશીભાઈ મજેઠીયા (૭૯) પોતાના ગામ પાસે આવેલ તળાવ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેને થાપાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરીને આ બનાવની હળવદ તાલુકો પોલીસને જાણ કરેલ છે






Latest News