ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકડ મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રેડની કાર્યવાહી રોકવા મહિલા બોટલેગરે આપી ધમકી: ઘરમાંથી ૧૪૩ બોટલ દારૂ કબ્જે


SHARE











મોરબીમાં રેડની કાર્યવાહી રોકવા મહિલા બોટલેગરે આપી ધમકી: ઘરમાંથી ૧૪૩ બોટલ દારૂ કબ્જે

મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળા સામે આવેલ શક્તિધામ સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસ દ્વારા ઘરની જડતી લેવામાં આવતા પોલીસને રોકવા માટે થઈને મહિલા બુટલેગરે ફીનાઇલ પી લેવાની ધમકી આપી હતી જોકે પોલીસે તેની પાસેથી ફિનાઈલની બોટલ પડાવી લીધા બાદ તેને કબજામાં લઈને ઘરની તલાસી લીધી હતી ત્યારે પાણીના ટાંકામાંથી દારૂની ૧૪૩ બોટલ મળી આવી હતી અને ઘરમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૯૨૩૯૫ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરની ધરપકડ કરેલ છે તેમજ મહિલા પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લાવી હતી તે દિશામાં તપાસ ચાલુ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ પી.આર. સોનારાને મળેલ બાતમી આધારે સમગ્ર ટીમ દ્વારા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળાની સામેના ભાગમાં શક્તિધામ સોસાયટીમાં રહેતી રેખાબેન લલીતભાઈ વઘોરા નામની મહિલાના ઘરની અંદર દારૂની રેડ કરી હતી અને પોલીસ દ્વારા ઘરની જડતી લેવામાં આવતી હતી ત્યારે મહિલાએ પોલીસની કામગીરીને રોકવા માટે થઈને ફીનાઇલની બોટલ ઉપાડીને ફીનાઇલની બોટલ પી લેવાની ધમકી આપી હતી ત્યારે મહિલા પીએસઆઇ દ્વારા તેની પાસેથી ફિનાઈલની બોટલ પડાવી લઈને મહિલાને કબજામાં લેવામાં આવી હતી અને બાદ ઘરની તલાસી લેવામાં આવતા પાણીના ટાંકામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને ૧૪૩ બોટલો મળી આવી હતી તેમજ પ્લાસ્ટિકના બાચકામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૯૨૩૯૫ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેખાબેન લલીતભાઈ વઘોરા (૩૫) રહે. નાની વાવડી શક્તિધામ સોસાયટી તાલુકો મોરબી વાળીની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો આ મહિલા બુટલેગરે ક્યાંથી મેળવી હતી ? અને કોને આપવાની હતી ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

યુવાનનું મોત

મોરબીના ઘૂંટુ રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બુધારામસિંહ સહનસિંહ (૪૨) નું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બીમારી સબબ યુવાનનું મોત નીપજયું છે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે






Latest News