મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે


SHARE







મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક તેમજ માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસભાઈ પરમારની સ્મૃતિને કાયમી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ૨૮મી એપ્રિલના રોજ ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરવામાં આવશે ત્યારે સાંસદ, માજી મંત્રી સહિતના આગેવાનો આ સમારોહમાં હાજર રહેશે

આગામી તા ૨૮/૪ ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ મહાવીર નગર પંચાસર ચોકડી ખાતે સાંસ્કૃતિક હોલના ભૂમી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ગ્રાન્ટમાંથી બનનાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે કરવામાં આવશે આ તકે શાળાના ટ્રસ્ટી ગણેશભાઈ ડાભી, લખમણભાઇ કંઝારિયા સહિતના હાજર રહશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ એન.બી. શિરવી, મંત્રી ડી.સી. મહેતા, સહમંત્રી નિશાંતભાઇ દોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News