મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી


SHARE







ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ  ૨૩ને રવિવારે ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરથી રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય મોરબી જીલ્લામાં આવેલ છે અને ત્યારે તેઓએ ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી.

ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તા ૨૩/૪/૨૦૨૩  ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રવિવારે તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય સાથે ડેપ્યુટી કલેકટર પરમાર, ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ૬૬-ટંકારા વિ.સ.મ.વિ.નાં ટંકારા તાલુકાનાં બુથ નં ૧૫૩-ટંકારા-૨ કુમાર તાલુકા પ્રાથમીક શાળા તથા ૧૬૦-ટંકારા-૯ એમ.પી.દોશી હાઈસ્કૂલ ખાતે મતદાન મથકોની મુલાકાત કરેલ હતી. 

જેમા બીએલઑ પાસેથી મતદારયાદી સંદર્ભે સુચનો લેવામાં આવ્યા હતા અને રોલ ઓબ્ઝર્વર દ્વારા ફોર્મ નં-૬.૭ તથા ૮ ની ચકાસણી કરેલ હતી તેમજ ડુપ્લીકેટ નામો તથા ઈપીક ફોટો બાબતે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હતી અને કાયમી સ્થાંળાતર તથા મૃત્યુના કિસ્સામાં ફોર્મ નં-૭ ભરવાની સુચના આપવામાં આવી હતી ઉપરાંત આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ ટંકારા તાલુકાના તમામ નાગરિકોને લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી.






Latest News