મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે


SHARE







મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવ હોશભેર પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવે છે તેવી જ રીતે મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૪૬મો પ્રાગટય મહોત્સવ રવિવાર તા ૧૬ ના રોજ યોજાશે

મહાપ્રભુજીની કુલ ૮૪ બેઠકજી આવેલ છે તે પૈકીની એક મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ છે આ બેઠકજીમાં વલ્લભાચાર્યજીનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ત્યારે તા ૧૬ ના રોજ ૭ કલાકે જાગ્યાના દર્શન, ૭: ૩૦ કલાકે મંગળા દર્શન, ૮:૦૦ કલાકે શ્રુંગાર દર્શન અને બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શનનો ભક્તો લાભ લેશે ત્યારે બાદ તિલક દર્શન, નંદ મહોત્સવ ઉજવાશે અને સવારે ૭:૦૦ થી ૧:૦૦ સુધી ઝારી ચરણસ્પર્શ થશે અને પ્રાગટ્ય દર્શન ૩:૦૦ થી ૭:૦૦ સુધી કરી શકશે જેનો વૈષ્ણવો, સનાતન ધર્મપ્રેમીઓ સહિતનાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે






Latest News