મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબી-ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા

મોરબી અને ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા સહિતના જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે જુદાજુદા જ્ઞાતિ સમાજ અને સંગઠનો દ્વારા શોભાયાત્રામાં હાજર રહીને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા અને ઠંડા પીણાં સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી

ભારત રત્ન, બંધારણ ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતિ નિમિતે ઠેરઠેર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શોભાયાત્રા નીકળી હતી અને આંબેડકર હોલ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આ તકે ટંકારા તાલુકાના ભિમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરમ્યાન રસ્તામાં ઠંડી છાસ, ઠંડાપીણા વિગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

ડો. હેડગેવાર સ્મારક સમિતિ
ડો.બાબાસાહેબ આંબેડકરજી જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા મોરબી શહેર તથા ટંકારામાં નીકળેલ હતી ત્યારે શોભાયાત્રા દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી નગર તથા જિલ્લાના કાર્યકરો દ્વારા સમગ્ર શોભાયાત્રા દરમ્યાન સરબત તથા પાણીની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ શોભાયાત્રામાં સામેલ મોટા ભાગના વડીલો, બહેનો, બાળકોએ લીધેલ હતો ત્યારે રાજકોટ વિભાગના સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાના માર્ગદર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં રણછોડભાઈ કુંડારિયા, દિલીપભાઈ પરમાર, પ્રાણજીવનભાઈ વિડજા, હરિભાઈ સરડવા, મગનભાઈ રાઠોડ, જેઠાભાઈ કવૈયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.

હિન્દુ યુવા વાહિની
ડો.બાબાસાહેબ આંબેડકરજી જન્મ જયંતિ નિમિતે મોરબીના નીકળેલ શોભાયાત્રા દરમ્યાન હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા દ્વારા નેહરૂ ગેઇટ ચોકમાં ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ જેમાં હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લાના અધ્યક્ષ કે.બી.બોરીચા સહિત મોટી સંખ્યામાં હિન્દુ યુવા વાહિનીના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા


સાર્થક વિદ્યામંદિર
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ચાલો જાણીએ બાબા સાહેબને વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો તેનું સંચાલન રાહુલભાઈ ઝીંઝૂવાડિયાએ કર્યું હતું અને શાળાની વિદ્યાર્થીનીઓ પ્રિયાંશી અને ધુવી સંવાદ તેમજ બાબા સાહેબ વિશે માહિતી આપતો વિડીયો દર્શાવ્યો હતો ત્યારે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ રાષ્ટ્રપુરુષ બૂકનું પ્રેઝન્ટેશન કર્યું હતું

ચુવાળીયા કોળી સમાજ

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજ દ્વારા મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં હાજર રહીને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનને ફૂલહાર કરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજ દ્વારાના આગેવાન અને બાર એસોસિયન પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા, મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી તાલુકા પંચાયત સદસ્ય તુલસીભાઈ પાટડીયા, સુરેશભાઇ સોરોહિયા, સમાજ આગેવાન મુકેશભાઈ દેગામા, અનિલભાઈ સારલા, પિયુષભાઈ ઝીંઝુવાડીયા, મયુરભાઈ બાબરીયા, યોગેશજી ઠાકોર સહિતના હાજર રહ્યા હતા






Latest News