મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૩૬૦૦ જેટલા શિક્ષકોને પગારના ફાંફાં


SHARE







મોરબી જિલ્લાના ૩૬૦૦ જેટલા શિક્ષકોને પગારના ફાંફાં

રાજ્યમાંથી મોરબી જીલ્લામાં ગત ત્રીજી એપ્રિલે શિક્ષકોના પગાર માટેની ગ્રાન્ટ આવી ગઈ છે જો કે, આજની તારીખે મોરબી જિલ્લામાં શિક્ષકોને પગાર આપવામાં આવેલ નથી જેથી કરીને શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ છે

મોરબી જિલ્લામાં રાજ્યમાંથી ત્રણ એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગયેલ છે તો પણ શિક્ષકોનો પગાર આપવામાં આવ્યો નથી જેથી કરીને શિક્ષકોએ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી શકતા ન હોય વ્યાજ પેનલ્ટી લાગે છે તેમજ જીપીએફ, સીપીએફ કપાત દર મહિનાની દશ તારીખ પહેલા જમા ન થવાના કારણે જે તે માસનું વ્યાજ પણ શિક્ષકોને મળતું નથી અને વળી માર્ચ માસનો મોટા ભાગનો પગાર ઇન્કમટેક્ષ કપાત થયેલ હોય એપ્રિલ માસ અડધો વીતી જવા છતાં શિક્ષકોને પગાર ન મળતા શિક્ષકો રોષે ભરાયા છે

મોરબી જિલ્લા પંચાયતમાં તપાસ કરતા જણાવાયું હતું કે, એકાઉન્ટ ઓફિસર રજા પર છે તેવું ચર્ચાઇ રહ્યું છે અને તેના કારણે શિક્ષકો પણ સરકારના અનેક ખાતાની એકી સાથે અનેકવિધ ૧૨૦ જેટલી કામગીરી કરે છે તો દર માસે મોરબી જિલ્લાના શિક્ષકોનો પગાર મોડો કરીને શા માટે હેરાન પરેશાન કરવામાં આવે છે? પગાર કરવા માટે અગાઉથી શા માટે આયોજન કરવામાં નથી આવતું? જ્યારે પગાર જમા કરવાનો હોય ત્યારે જ અધિકારીને અન્ય કામ આવી જાય છે?કે પગાર કરવા સમયે જ અધિકારીને રજા પર જવું પડે છે ? આવા પ્રશ્નો શિક્ષકો કરી રહ્યા છે.






Latest News