મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે


SHARE







ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પણ હાજર રહેશે

ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી તા ૨૩ ના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે જેમાં મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાને સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આ સંમેલનમાં પંચાંગોનું એકીકરણ કેમ કરવું તેની માહિતી આપશે.

કાશી વારાણસીના જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય, સહિત્યાચાર્ય, એમ.એ સંસ્કૃત જેમને જ્યોતિષ વિષય સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે અને મોરબીમાં રહેતા શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને ઉત્તરપ્રદેશના લખનૌમાં આગામી તા ૨૩ ના રોજ રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ સંમેલનનું આયોજન કરવામા આવ્યું છે તેમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં તેઓ હાજર રહેવાના છે અને તેઓ પંચાંગોનું એકીકરણ કેવી રીતના કરવું જેની વાત કરશે. અત્રે ઉલેખનીય છે કે, શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને હાલમાં જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે ન માત્ર મોરબી પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે અને તેઓ આ સંમેલ્ન્મ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે આ સંમેલનમાં ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈનના કુલપતિ વિજયકુમાર, મહામંડલેશ્વર મદન વ્યાશજી (ઉજ્જૈન), ડો,અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજ ત્રિવેદી (લખનઉ) વિગેરે ભારત વર્ષના ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિષીઓ હાજર રહેશે






Latest News