મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લકઝરી બસના ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવતીનું મોત


SHARE







મોરબીમાં લકઝરી બસના ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવતીનું મોત

મોરબીના રામચોક પાસે થોડા દિવસ પહેલા ટ્રાવેલ્સ બસના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે ઓટો રીક્ષામાં બેઠેક ચાર મહિલાઓ સહિત કુલ આઠ લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીને પકડવાનો બાકી છે ત્યારે આ અકસ્માતમાં ઇજા પામેલ એક યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી તે અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબીના રામચોક પાસે થોડા દિવસો પહેલા સીએનજી ઓટો રીક્ષા અને ગણેશ ટ્રાવેલર્સની લક્ઝરી બસ નંબર એઆર ૧૧ સી ૧૭૭૩ વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭)રોઝીનાબેન હૈદરશા સુબાસીસ (૨૩), કાજલબેન કાનજી મકવાણા (૨૧) તેમજ રજીયાબેન અલારખા શાહમદાર જાતે ફકીર (૩૭) સહિત કુલ આઠ લોકોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડાય હતા અને બાદમાં રજિયાબેન અલારખા શાહમદાર જાતે ફકીરએ એ ડિવિઝન પોલીસ મથકે લક્ઝરી બસના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ બેફિકરાઈથી તેની બસ ચળવીને રીક્ષાને હડફેટે લીધી હતી જેથી ફરિયાદી સહિત આઠ લોકોને ઇજા થઈ છે માટે પોલીસે અક્સમાત સર્જીને બસ લઈને નાશી ગયેલા આરોપી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે દરમ્યાના આ અકસ્માતના બનાવમાં ઇજા પામેલ મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News