મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જળ સંસાધન દિવસ અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં આજે જળ સંસાધન દિવસ અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં આજે તા.૧૦ મી એપ્રીલ એટલે કે “જળ સંસાધન દિવસ”નાં અનુસંધાને ઘર બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

આપણા સૌના જીવનનું અસ્તિત્વ જળ ઉપર આધારિત છે.જીવન માટે આવશ્યક પાંચ તત્ત્વો પૈકીનું એક જળ એટલે જ કહેવાય છે કે, ‘જળ એ જ જીવન’ જળએ પ્રાકૃતિક સ્ત્રોત છે.ભારત કૃષિપ્રધાન દેશ છે.કૃષિનો મુખ્ય આધાર પાણીની મબલકતા ઉપર રહેલ છે.કહેવાય છે કે ‘ખેડ-ખાતર ને પાણી તેની કિંમત લાવે તાણી.ખેડૂતની આર્થિક સ્થિતિ પણ જળસ્ત્રોત ઉપર નભે છે. જળ સંસાધન દિવસનાં કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબનો વિડીયો બનાવીને આજે તા.૧૦-૪ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ  (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઈપણ એક વૉટ્સએપ નંબર ઉપર મોકલી આપવાનો રહેશે.તેમજ ઉમર મુજબ કેટેગરી જાણવા માટે પણ ઉપરોક્ત નંબરમાં વોટસએપ કરીને કેટેગરી જાણી શકાશે તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News