મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા નજીક નીલગાયનો શિકાર કરવા રાખ્યા પગારદાર !: વાડીના માલિક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ


SHARE







હળવદના કડિયાણા નજીક નીલગાયનો શિકાર કરવા રાખ્યા પગારદાર !: વાડીના માલિક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં ગેરકાયદે નીલગાય (રોજડા)નો શિકાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ગામના લોકોએ રેડ કરી હતી ત્યારે રોજડાનો શિકાર કરીને માંસ મટન જુદુ કરતા બે શખ્સને રંગે હાથે પકડ્યા હતા ત્યાર બાદ વાડીના માલિક અને તેના દીકરાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને હલવામાં આ ચારેય શખ્સોની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિ. ૨૦૨૨ ની કલમ ૨(૧૬), (૧૭), (૨૦), (૨૧), (૩૧), (૩૬), (૩૭), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨ અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ૨૬ (ઘ) ડી, ૨૬ (ટ) આઈ મુજબ ફરીયાદ નોંધીને ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કડિયાણા ગામની સીમમાં આવેલ જેઠાભાઇ પટેલ લાતી વાળાની વાડીએ શિકારી ગેંગ હોવાની માહિતી કડિયાણા ગામના લોકોને મળી હતી જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કડિયાણા ગામની સીમમાં આવેલ જેઠાભાઇ પટેલની વાડીએ રેડ કરી હતી ત્યારે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી શિકાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી બારબોરનું બંદૂક, ગાડી, બે બાઇક સહિતનો મુદામાલ કબજે કરીને વાડીના માલિક સહિત ચાર શખ્સોની વન વિભાગના અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

નીલગાયનો શિકાર કરેલ હાલતમાં બે શખ્સ રંગે હાથે પકડાયા હતા જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા તમામ મુદામાલને કબજે કરીને વાડીના માલિક જેઠાભાઈ મનજીભાઇ પટેલ, તેના દીકરા પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ, મંજૂરહુસેન આમદભાઈ જામ અને ફારુક નિઝામ મોવર સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિ. ૨૦૨૨ ની કલમ ૨(૧૬), (૧૭), (૨૦), (૨૧), (૩૧), (૩૬), (૩૭), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨ અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ૨૬ (ઘ) ડી, ૨૬ (ટ) આઈ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વાડીના માલિકે રોજડાનો શિકાર કરવા માટે ૬૦૦૦૦ ના માસિક પગારથી બે શખ્સોને વાડીએ શિકાર કરવા રાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે ફોરેસ્ટ વિભાગ સ્થળ ઉપરથી નર નિલગાયનું માસ, અવયવ અને ચામડા તેમજ એક બાર બોરનું હથિયાર, મહિન્દ્રા ગાડી, બે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આગામી તા ૨૦ સુધી ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News