મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાંથી ત્રણ બાઈકની ચોરી


SHARE







મોરબી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાંથી ત્રણ બાઈકની ચોરી

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી બાઈક ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ હોય ભોંયવાડા, ત્રિકોણબાગ પાર્કિંગ અને લાતી પ્લોટ વિસ્તારમાંથી સમયાંતરે જુદા જુદા ત્રણ બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના સનાળા ગામે રહેતા મનીષભાઈ રમેશભાઈ સુવારીયા જાતે પટેલ (૩૨)એ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર -૬ માં પોતાનું બાઈક નં જીજે ૩ ડીજી ૨૧૩૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોય હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ ભોંયવાડામાં રહેતા ધર્મેશભાઈ મોહનભાઈ સરવૈયા જાતે ભાવસાર (૪૯)એ પોતાના ઘર પાસે શેરીમાં તેનું બાઈક નં જીજે ૩ આરઆર ૭૪૩૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે આવી જ રીતે મોરબી નજીકના રવાપર ગામ પાસે બોનીપાર્કમાં આવેલ ગોરધન પેલેસમાં રહેતા મેહુલભાઈ કનૈયાલાલ ગ્વાલાણી જાતે સિંધી લોહાણા (૨૬) એ મોરબીના ત્રિકોણબાગ પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે ૩ બીપી ૦૬૨૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેને પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે આમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જ દિવસમાં ત્રણ બાઈક ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News